આપણી શાળાના બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.

જો હારથી ડર લાગતો હોય તો જીતવાની આશા ક્યારેય ના રાખવી જોઈએ

મારી શાળા

પ્રાથમિક શાળા દોલતપુર વાલિયા તાલુકાથી ૧૭ કિલોમીટરના અંતરે કીમનદીના કિનારે આવેલા દોલતપુર ગામના પાદરે આવેલ છે. ગામમાં ધોરણ ૧ થી ૮ ની શાળા છે જેમાં હાલ ૧૮૨ બાળકો અભ્યાસ કરે છે. અને શાળામાં ૭ શિક્ષક મિત્રો હાલ કાર્યરત છે. શાળામાં ધોરણ ૧ થી ૪ માં પ્રજ્ઞા શાળા ચાલે છે. જેમાં હાલ ૩ શિક્ષકો કાર્ય કરે છે. જયારે શાળાના ઉચ્ચતર પ્રાથમિક શાળામાં પણ ૩ શિક્ષકો વિષય વાર કાર્ય કરે છે જયારે શાળાના આચાર્ય શ્રી ધોરણ ૫નું કાર્ય સંભાળે છે. શાળામાં શાળા અભ્યાસ ઉપરાંત સહઅભ્યાસિક પ્રવૃત્તિ પણ કરાવવામાં આવે છે. શાળામાં ખેલમહાકુંભ, રમતોત્સવ.માં બાળકોએ રાજ્ય અને ઝોન કક્ષા સુધી ભાગ લઈને શાળાનું નામ રોસન કર્યું છે.


1 comment: